રાફેલ મામલે જે દસ્તાવેજો અખબારોમાં છપાયા હતા તેની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ છે.

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આજે સુપ્રીમમાં રાફેલ મામલે સુનાવણી થઇ, રાફેલ મામલે જે દસ્તાવેજો અખબારોમાં છપાયા હતા તેની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ છે. પરિણામે તેની આતંરિક તપાસ ચાલુ છે એમ એટોર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતુ. ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફે મામલાની સુનાવણી કરતી વખતે આ બાબત અંગે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે જો રાફેલ અંગેના પુરાવા મજબુત છે અને આ બાબતે ભ્રષ્ટ્રાચાર થયો છે તો સઘન તપાસ જરૂર થવી જોઇએ. વધુમાં આ મામલે બે પક્ષોની ઉગ્ર દલીલો વચ્ચે કોર્ટે આગામી સુનાવણી 14 માર્ચના રોજ નક્કી કરી છે.

વધુમાં કોર્ટે રક્ષા મંત્રાલયના પ્રમુખ પાસેથી રાફેલ બાબતે દસ્તાવેજોની ચોરી સંબંધમાં સોગંદનામું દાખલ કરવા જણાવી દેવાયુ છે. સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલને પુછ્યું કે શું રક્ષા મંત્રાલયના પ્રમુખ રાફેલના ચોરી થયેલા દસ્તાવેજ પર એવુ સોગંદનામુ આપી શકે છે કે જે દસ્તાવેજો ન્યૂઝ પેપર અને ન્યૂઝ એજન્સીમાં ઉપયોગમાં લેવાયા છે, તેઓની ચોરી કરવામાં આવી છે. આ બાબતે એટોર્ની જનરલે સહમતિ આપતા કહ્યું હતુ કે સોગંદનામુ આવતીકાલે(ગુરૂવાર)સુધીમાં રજૂ કરીશું.