નિઝામના 325 કરોડ રૂપિયાના કેસમાં પાકની હાર અને ભારતની જીત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

હૈદ્રાબાદના નિઝામના ખજાના સાથે જોડાયેલા 70 વર્ષ જુના કેસમાં આખરે ચુકાદો ભારત પક્ષે આવ્યો છે અને આ મોરચે પણ પાકિસ્તાનની હાર થઈ છે.

લંડનમાં ચાલી રહેલા આ કેસ અંગે એક અંગ્રેજી અખબારના અબેવાલ પ્રમાણે ભારતને આ કેસ જીતવાના કારણે 325 કરોડ રૂપિયા મળ્યા છે. આ રકમ 20 સપ્ટેમ્બર, 1948થી લંડનના એક

બેન્કના એકાઉન્ટમાં પડેલી હતી. જેના પર પાકિસ્તાન પણ દાવો કરી રહ્યુ હતુ.

ગયા વર્ષે હાઈકોર્ટે આ કેસમાં ભારત અને હૈદ્રાબાદના આઠમા નિઝામના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. નિઝા મુકર્મ શાહ અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહ પાકિસ્તાન સામે કેસ લડી

રહયા હતા. બેંકે આ પૈસા પહેલા જ કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

અધિકારીઓએ કહ્યુ હતુ કે, 325 કરોડ રૂપિયા તો ભારતને મળ્યા જ છે પણ ઉપરાંત કેસ લડવાના ખર્ચ પેટેની 65 ટકા રકમ એટલે કે 26 કરોડ રૂપિયા પણ પાકિસ્તાને ભારતને ચુકવવા

પડ્યા છે. બાકીની 35 ટકા રકમ કે જે ભારતે ચુકવી છે તેના માટે પણ વાટાઘાટો ચાલી રહી છે.

70 વર્ષ જુનો વિવાદ 10 મિલિયન પાઉન્ડનો છે. આ રકમ 1948માં હૈદ્રાબાદ રાજ્યના તે સમયના નાણા મંત્રીએ બ્રિટનમાં પાકિસ્તાનના હાઈ કમિશનને ટ્રાન્સફર કરી હતી. એ પછી આ

રકમ વધીને 35 મિલિયન પાઉન્ડ થઈ ગઈ હતી. ભારતે આ રકમ પર એવુ કહીને દાવો કર્યો હતો કે, નિઝામે 1965માં આ રકમ ભારતને આપી દીધી હતી.