ટ્રમ્પ જે મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે તેની આ ખાસિયત નહીં જાણતા હો તમે

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. જ્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. આ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે આવેલું છે. જેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ છે. આ મેદાન 700 કરોડ રૂપિયાના ખર્ચે 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. જે દુનિયાભરના લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટુ કુતુહલ સર્જનાર છે.

એવી વાતો હતી કે ઉદ્ધાટન બાદ એશિયા અને વર્લ્ડ ઈલેવનની મેચ પણ અહીં રમાશે. જેના પર જાણકારી મળી છે કે BCCI દ્વારા તેનો રિવ્યૂ કરવામાં આવશે અને તે પછી જ નિર્ણય લેવામાં આવશે. આઈપીએલને લઈને પણ એ વાતની માહિતી મળી છે કે આ મેદાન પર આઈપીએલની ફાઈનલનું આયોજન કરવાની વાત ચાલી રહી છે. પણ બાદમાં નિર્ણયને ટાળી દેવામાં આવ્યો.

આ મેદાન પર ફ્લડ લાઈટ્સ પણ છે જો કે તે અંગે આંતરાષ્ટ્રીય મેચ કે પછી ડે-નાઈટ ટેસ્ટનું પ્રપોઝલ નથી આવ્યું. જેથી કોઈ મેચ રાત્રિના સમયમાં રમાશે ત્યારે તેની કસોટી કરવામાં આવશે. આ વચ્ચે જ્યાં ટ્રમ્પ અને મોદી આવવાના છે તે મેદાન પર જ્યારે કોઈ બે ટીમો ટકરાશે ત્યારે શું શું જોવા મળી શકે છે ? અને મેદાનની કઈ કઈ ખાસિયત છે તેના પર એક નજર કરીએ.

મોટેરાની અદભૂત ખાસિયતો

01. 700 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેડિયમ બનેલું છે.

02. આ સમગ્ર પ્રોજેક્ટને ઓપ આપવા માટે કુલ ત્રણ વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો. જાન્યુઆરી 2017માં સ્ટેડિયમનું કામ શરૂ થયું હતું. જે ફેબ્રુઆરી 2020માં પૂર્ણ થયું.

03. આ સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 10 હજાર દર્શકોની છે. જે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊન્ડને દર્શકોનું મક્કા કહેવામાં આવતું

હતું કારણ કે તેમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી. પણ હવે આ કિર્તીમાન ગુજરાતના અમદાવાદ પાસે આવી ગયો છે.

04. આ સ્ટેડિયમમાં એટલા ડ્રેસિંગ રૂમ આવેલા છે કે એક સાથે ચાર દેશોની ક્રિકેટ ટીમ ઉતરાણ કરી શકે છે. જેથી વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં કોઈ પણ દેશની વધારાની બે ટીમો પણ રોકાણ કરી શકે છે.

05. આ મેદાન પર કુલ 11 પીચ છે. જેને લાલ અને કાળી માટી દ્રારા તૈયાર કરવામાં આવી છે.

06. આ સ્ટેડિયમમાં પ્રથમ વાર એલઈડી ફ્લડ લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવશે. જે પોલ માઉટિડ ફ્લડ લાઈટ્સથી અલગ હોય છે. મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર.

07. આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે. જેની મદદથી વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે

08. કુલ 76 કોર્પોરેટર બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. જે ભારતના કોઈ પણ સ્ટેડિયમ કરતા વધારે છે.

09. આ મેદાનમાં ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે. પરિણામે એક જ મેદાનમાં મલ્ટિપલ ગેમ રમી શકાય.

10. આ સ્ટેડિયમમાં મુખ્ય મેદાન સિવાય અન્ય પ્રેક્ટિસ માટે બે ક્રિકેટ અને એક મલ્ટી સ્પોર્ટ ગ્રાઊન્ડ પણ છે.

11. સ્ટેડિયમની અંદર ફિઝિયો થેરેપી સિસ્ટમ અને હાઈડ્રોથેરેપી સિસ્ટમ રાખવામાં આવી છે. જેથી ઘાયલ ખેલાડીઓને મેદાન પર જ સારવાર આપી શકાય.

12. આ મેદાનને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જો કોઈ ખેલાડી શોટ રમે છે તો મેદાન પર હાજર તમામ દર્શકો કોઈ પણ પ્રકારની અડચણ વિના જોઈ શકે છે.

13. દુનિયાની સૌથી મોટી વિકરાળ સમસ્યા પાર્કિંગની છે. જેનો ઉકેલ પણ મોટેરાના આ ગ્રાઊન્ડ પાસે છે. કુલ 4000 જેટલી કાર અને 20,000 બાઈક આરામથી સ્ટેડિયમના પાર્કિંગમાં આરામ કરી શકે છે !