કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદીમાં મહારાષ્ટ્રથી 5 ઉમેદવારો અને ઉત્તરપ્રદેશથી 16 બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરને મુરાદાબાદથી ઉમેદવાર બનવાયા છે. જ્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા નાના પટોલેને નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. વધુમાં ભાજપથી રાજીનામું આપનારી સાંસદ સાવિત્રી બાઇ ફૂલેને યુપીના બહેરાઇચથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં પ્રિયા દત્તને મહારાષ્ટ્રના મુંબઈ(NC)થી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

