અમદાવાદ નજીક મોડી સાંજે ONGCના કૂવામાં ભીષણ આગ

ગુજરાત મુખ્ય સમાચાર

દસ્ક્રોઇ તાલુકાના દેવડી ગામના ગેરતપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા દુધેશ્વર મહાદેવ મંદિર પાછળના ર્ંગ્દય્ઝ્રના કુવામાં સમારકામ દરમિયાન બુધવારે 8.30 વાગ્યા આસપાસ આગ ફાટી નિકળી હતી. આગમાં છ વ્યક્તિઓ દાઝયા હોવાની આશંકા છે જેમાં બે વ્યક્તિઓના મોત થયાનું ફાયરબ્રીગેડના સુત્રોએ જણાવ્યું હતુ. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રીગેડ અને ઓએનજીસીના ફાયટર સહિત 13 ગાડીઓ અને 50થી વધુનો સ્ટાફ ઘટના સ્થળે અઢી કલાક ઝઝુમ્યો હતો. આગમાં દાઝેલાને સારવાર માટે ખસેડયા હતા. આગ એટલી હદે વિકરાળ હતી કે, કીલો મીટરો સુધી આગ દેખાતી હતી. આગ લાગ્યાનુ કારણ જાણવા માટે પોલીસ એફએસએલની ટીમને બોલાવી હતી.