બિહારના છપરાથી સુરત આવી રહેલી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા છપરા નજીક પાટા પરથી ખડી પડ્યા હતા. આ અકસ્માતમાં ચાર યાત્રીઓ ઘાયલ થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે.અકસ્માત થયા બાદ રેલવે સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.આ ઘટના પગલે આ વિસ્તારનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘાયલ મુસાફરોને બસવડે છાપરા મોકલવામાં આવ્યા છે.આ દુર્ઘટના બાદ હેલ્પ લાઈન નંબર પણ શરુ કરવામાં આવ્યો છે.

