પાકિસ્તાનને અનેક મેચ જીતાડનાર દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદની તેમના દેશમાં જ ઇજ્જત નથી. પાકિસ્તાનના એક ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થનારા એક કાર્યક્રમમાં જશ્નએ ક્રિકેટમાં તેમની સતત મજાક બની રહી છે. જેનાથી જાવેદ મિયાંદાદ ખૂબ નારાજ છે. આ શોમાં એક પાત્ર તેમના અંદાજમાં બોલે છે. જેમા શોમાં બેસેલા શોએબ અખ્તર પણ તાળીઓ પાડતો નજરે પડી રહ્યો છે.
જાવેદ મિયાંદાદની ધમકી
જાવેદ મિયાંદાદે ન્યુઝનો આ કાર્યક્રમ પસંદ ન પડ્યો અને તેમણે ચેનલ પર કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી દીધી છે. જાવેદ મિયાંદાદે તેમના યુ-ટ્યુબ ચેનલ પર કહ્યું કે મોટા લોકોની ઇજ્જત કરવામાં આવે છે. ખાસ કરીને એવા લોકો જેમણે દેશ માટે કઇક કર્યું હોય. જેમણે દેશ માટે કુરબાની આપી હોય. તમે તેમની મજાક ઉડાવો છો. મજાક સુધી ઠીક છે. પરંતુ તેની સીમા હોય છે. એક ચેનલ પર મને ડમી બનાવવામાં આવ્યો અને મારું નામ પણ લેવામાં આવ્યું. જો આગળ મારી પર કોઇએ સીધુ નિશાન સાધ્યું તો હું તેને કાયદાકીય રીતે સબક શીખવાડીશ.
તેમણે આગળ કહ્યું કે, હું એ માણસ છું તે દેશ માટે લડ્યો છું. કોઇએ પણ પાકિસ્તાન વિરુદ્ધ વાત કરી છે તો હું તેમની વિરુદ્ધ ઉભો હતો. હું સાચ્ચો પાકિસ્તાની છું. મેં ક્યારેય કોઇના માટે ખોટું નથી કર્યું તો હું કોઇનું નહીં સાંભળું. જ્યારે ફિક્સિંગના મુદ્દા હતા તો ક્રિકેટ છોડીને હું અલગ થઇ ગયો લોકો મને જાણે છે અને મારી ઇજ્જત કરે છે. જેથી દરેક લોકોને કહું છું કે આવી હરકત ન કરે.
ઉલ્લેખનીય છે કે જાવેદ મિયાંદાદને ધમકીઓ આપવાની આદત છે. ગત વર્ષે કાશ્મીરના મુદ્દા પર પણ તેમણે ભારતને પરમાણું હથિયાળનો ડર બતાવ્યો હતો. જ્યારે જાવેદ મિયાંદાદથી કાશ્મીરના મુદ્દા પર સવાલ પૂછ્યો હતો તો તેમણે કહ્યું હતું જો તમારી પાસે લાયસન્સ હથિયાર છે તો હુમલો કરવો જોઇએ. આ નિયમ છે કે તમે તમારા બચાવમાં મારી શકો છો. જ્યારે તેમની લાશ ઘરમાં જશે તો ખબર પડશે. હું પહેલા પણ કહી ચૂક્યો છું કે ભારત એક ડરપોક દેશ છે. અત્યાર સુધી તેમણે કર્યું શું છે ? પરમાણુ બોમ્બ અમે એમ જ નથી રાક્યા અમે ફેંકવા માટે રાખ્યા છે. અમારે બસ તક જોઇએ છીએ અમે બધુ સાફ કરી દઇશું.

