કોરોના વાઇરસ ઇફેક્ટ:સાઉદીએ મક્કા-મદીનાની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મુસ્લિમોનાં પવિત્ર સ્થળ મક્કા અને મદીનાની યાત્રા પર સાઉદી અરબે રોક લગાવી છે. હજયાત્રા પહેલાં સાઉદી અરબે આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી મધ્ય પૂર્વના દેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના ૨૨૦ કેસ સામે આવ્યા છે. મક્કા સિવાય અરબે મદીનામાં પણ યાત્રા કરવા પર રોક લગાવી દીધી છે.

સાઉદી અરબના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે અમે તમામ દેશોના એન્ટ્રી વિઝા રદ કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે કહ્યું, ‘કોરોના વાઇરસને રોકવા માટે સાઉદી અરબ પણ વિશ્વ સાથે છે. અમે પોતાના દેશના નાગરિકોને પણ સલાહ આપી છે કે કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોની યાત્રા કરવાથી બચો. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન પૂરી માનવતાને આ વાઇરસથી બચાવે.

મધ્ય પૂર્વના દેશોમાં કોરોનાથી સૌથી વધુ ઈરાન પ્રભાવિત છે. અહીં સુધી કે ઈરાનના ઉપ-સ્વાસ્થ્ય મંત્રી ઇરાજ હરીરકી પણ એનાથી પ્રભાવિત છે અને તેમણે સારવાર માટે અલગ રાખવામાં આવ્યા છે. ઈરાનમાં કોરોનાના અત્યાર સુધી ૧૩૯ કેસ સામે આવ્યા છે જેમાંથી ૧૯ લોકોનાં મોત થયાં છે. આ સિવાય બહેરિનમાં ૩૩ કેસ સામે આવ્યા છે.

મહત્ત્વપૂર્ણ છે કે સાઉદી અરબસ્થિત મક્કા અને મદીનામાં ઉમરાહ કરવા માટે દર મહિને હજારો લોકો પહોંચે છે.