રાજસ્થાનના જોધપુરમાં ફાઇટર પ્લેન મિગ-27 તૂટી પડ્યું

ગુજરાત મુખ્ય સમાચાર

ભારતીય એરફોર્સ તરફથી જાહેર કરાયેલાએક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રવિવારે સવારે લગભગ 11:45 વાગ્યે મિગ-27 યુપીજી વિમાન તૂટી પડ્યું હતું. ટેકનિકલ ખામીના કારણે જોધપુરથી લગભગ 120 કિલોમીટર દક્ષિણમાં ક્રેશ થયુ હતું. પાયલટને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

આ અગાઉ માર્ચમાં બિકાનેરમાં મિગ-21 ક્રેશ થયું હતું. જોકે, આ દુર્ઘટનામાં પણ પાયલટનો આબાદ બચાવ થયો હતો. એરફોર્સમાં વર્ષ 1963થી 1200 મિગ ફાઇટર પ્લેનને સામેલ કરવામાં આવ્યા છે. લગભગ પાંચ દાયકા જૂના આ ફાઇટર પ્લેન ક્રેશ થયાની ઘટના હવે સામાન્ય થઇ ગઇ છે. આ વિમાનોને બદલવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.