ઓટોમોબાઈલ સેક્ટરની હાલત ખરાબ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અત્યારે ફક્ત ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ સેક્ટરની હાલત ખરાબ ચાલી રહી છે. ભારતીય સ્ટેટ બેન્કના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીન, જર્મની અને અમેરિકાના ઓટો ક્ષેત્રે મંદી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ક્ષેત્રે એના માટે મહત્ત્વનું થઈ જાય છે કે, ઓટોમોબાઈલ ક્ષેત્રે દરેક વર્ષ ત્રણ કરોડ લોકોને રોજગારી આપવાનું કાર્ય કરે છે. જેમાં અડધાથી વધારે લોકો કામચલાઉ ધોરણે કાર્ય કરી રહ્યા છે. જુલાઈમાં પેસેન્જર વ્હિકલના સ્થાનિક વેચાણમાં ૩૧ ટકાનો ઘટાડો નોંધાયો છે જે ૧૯ વર્ષ પછી સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. ઉપરાંત છેલ્લા નવ મહિનામાં દેશના ઓટો સેક્ટરમાં ઘટાડો આવ્યો છે.

રિપોર્ટના અનુસાર, જુલાઈમાં ચીન ખાતે કારના વેચાણ ૩.૯ ટકાનો ઘટાડો આવ્યો છે જે સતત ૧૩માં મહિને ઘટાડામાં છે. એશિયા પેસિફિક દેશોમાં ગત વર્ષે વ્હિકલનું વેચાણ એક ટકા કરતા પણ ઓછુ રહ્યુ છે. ભારતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે મંદીનું કારણે નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓમાં લિક્વિડિટીની અછત અને ગ્રામિણ ક્ષેત્રની મંદ માગ માનવામાં આવે છે.