બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને તેમને શુભેચ્છાઓ આપી હતી. પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાને આપેલા યોગદાન બદલ વર્ષ 2018નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેમને આપવામાં આવશે.
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને તેમને શુભેચ્છાઓ આપી હતી આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ અમિતાભ બચ્ચનના ચાહકો અને દેશમાં ખુશીઓની લહેર દોડી ગઈ છે.
પ્રકાશ જાવડેકરે પોતાના ટ્વીટમાં અમિતાભ બચ્ચનને આ એવોર્ડની જાણકારી આપતા લખ્યું હતું, મહાનાયક અમિતાભ બચ્ચન જેમણે બે પેઢીઓને મનોરંજન અને પ્રેરણા આપી છે. તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે. સંપૂર્ણ દેશ અને સમુદાય આજે ખુશ છે. તેમને મારી હાર્દિક શુભેચ્છાઓ.

