ગુજરાત કૉંગ્રેસ લોકસભા માટે સજ્જ: 7 કમિટીઓની જાહેરાત

ગુજરાત મુખ્ય સમાચાર

લોકસભા ચૂંટણી નજીક આવતાં જ ગુજરાત કૉંગ્રેસે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી. મંગળવારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર માટે 7 સમિતિની રચના કરી છે. લાંબા સમયથી અસંતુષ્ટ જણાતા અલ્પેશ ઠાકોરને નો સાતેય કમિટીમાં સમાવેશ કરાયો છે. આ સાથે અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતિનો ક્ધવીર બનાવાયા છે. ઘણા લાંબા સમયથી અસંતોષ ધરાવતાં પીઢ અને સિનિયર નેતાઓને કો ઓર્ડિનેશન કમિટીમાં સ્થાન અપાયું છે. કો ઓર્ડિનેશન કમિટીમાં રાજીવ સાતવના અધ્યક્ષ સ્થાને પ્રદેશના તમામ મોટા ગજાના પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત 36 નેતાઓના નામ સામેલ છે.લોકસભા ચૂંટણી પ્રદેશ કમિટીમાં સાતવ, ધાનાણી સહિત 28 નેતાઓનો સમાવેશ છે. પ્રચાર કમિટીમાં ચેરમેન પદે સિદ્ધાર્થ પટેલ અને ક્ધવીનર તરીકે અલ્પેશ ઠાકોર સાથે અન્ય 43 નેતાઓને સ્થાન અપાયું છે. પ્રસાર કમિટીમાં ચેરમેનપદે તુષાર ચૌધરી અને ક્ધવીનર તરીકે રોહન ગુપ્તા સાથે અન્ય 27 નેતાઓને સ્થાન મળ્યું છે. મીડિયા કોઓર્ડિનેશન કમિટી ચેરમેનપદે નરેશ રાવલ અને ક્ધવીનર તરીકે અમીબેન યાજ્ઞિક સાથે 15 કાર્યકરોના નામ સામેલ છે ચૂંટણી વહીવટી કમિટીમાં ચેરમેન પદે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે મૌલિન વૈષ્ણવ સાથે 9 નેતાઓને સ્થાન અપાયું છે. ચૂંટણી ઢંઢેરા કમિટીમાં ચેરમેન પદે મધુસુદન મિસ્ત્રી અને ક્ધવીનર તરીકે મનીષ દોષી અને 22 નેતાઓના નામ સામેલ છે.