સુરતમાં મોટો રાજકીય ખળભળાટ, 6 લાખ અને 20 લાખ લોકોના બે સમાજે કૉંગ્રેસને ટેકો જાહેર કર્યો

મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સુરતના રાજકારણમાં ફરી એક વખત ખળભળાટ મચ્યો છે. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજ અને ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની સંખ્યા 6 લાખ જેટલી છે. જ્યારે ઉત્તર ભારતીય સમાજના લોકોની સંખ્યા 20 લાખ જેટલી છે. ઉત્તર ભારતીય કોળી સમાજે ગુજરાતના તમામ કોળી સમાજના ઉમેદવારોને ટેકો જાહેર કરવાની વાત કરી હતી. ત્યારે નવસારી લોકસભાની બેઠક પર સી.આર પાટિલની સામે કોંગ્રેસે કોળી સમાજના ધર્મેશ પટેલને ટિકિટ આપી છે. ત્યારે કોળી સમાજે કોંગ્રેસના ધર્મેશ પટેલને ટેકો જાહેર કર્યો છે. કોળી સમાજના આ નિણર્યને લઈને ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 2017માં વિધાનસભા ચૂંટણી સમયે ઉત્તર ભારતીયોએ ટ્રેનની માંગને લઈને આંદોલન કર્યા હતા. પરંતુ એક પણ માંગ પુરી ન થતાં કોંગ્રેસે તેમને બાંહેધરી આપતા ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો.