સવારે 9 વાગ્યુ સુધી ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પર 10 ટકા મતદાન થઈ ચૂક્યુ છે. આ સિવાય બાગવતમાં 11 ટકા, જમુઈમાં 6 ટકા, ઔરંગાબાદમાં 7 ટકા, સહારનપુરમાં 8 ટકા, ટિહરી ગઢવાલમાં 9 ટકા મતદાન થયુ છે.
ઉત્તરપ્રદેશની 8 લોકસભા બેઠક પર પ્રથમ ચરણમાં મતદાન થઈ રહ્યુ છે. આ તમામ બેઠક પશ્ચિમી ઉત્તર પ્રદેશના અંતર્ગત આવે છે. ઉત્તરાખંડની તમામ 5 અને બિહારની 4 લોકસભા બેઠકો પર પહેલા ચરણમાં મત નાખવામાં આવી રહ્યા છે.
આંધ્ર પ્રદેશમાં જનસેનાના ઉમેદવારે EVM તોડી દીધુ છે. જે બાદ તેમની ધરપકડ કરાઈ. જનસેના પાર્ટીના ઉમેદવાર મધુસૂદન ગુપ્તા પર અનંતપુરમાં EVMને તોડવાનો આરોપ લગાવાયો છે. ગુપ્તાએ પોલિંગ બૂથની અંદર EVM ફર્શ પર ફેંકી દીધુ હતુ.