પગાર ન મળતા કર્મચારીએ બૉસને કર્યો કિડનેપ અને ટૉર્ચર

Uncategorized

જો કોઈ કંપનીના કર્મચારીઓને પગાર ન મળે તો તે કઈ હદ સુધી જઈ શકે છે, તેનું ઉદાહરણ બેંગલુરૂમાં જોવા મળ્યું. પગાર ન મળતા કંપનીના કર્મચારીઓએ બૉસને કિડનેપ કરી લીધા. પીડિત બૉસે કિડનેપ થયા બાદ પરેશાન થઈને ઉંદર મારવાની દવા અને ટેબલેટ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો.

પોલીસે અપહરણના મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે તેમણે 2 વાર બૉસને કિડનેપ કર્યા અને ટૉર્ચર પણ. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલો પ્રમાણે, ઉલ્સૂરના રહેવાસી 23 વર્ષના સુજય એસકે નામના એક વ્યક્તિએ આઈટી કંપની શરૂ કરી હતી. પરંતુ એક મહિનામાં જ કંપની બંધ કરી દીધી. કંપનીના સાતેય કર્મચારીઓને સેલેરી ન મળી શકે.

સુજય પાસેથી સેલેરી મેળવવાના આશયથી જ પૂર્વ કર્મચારીઓએ તેમને બે વાર 21 અને 25 માર્ચે કિડનેપ કર્યા. કિડનેપ કર્યા બાદ પૂર્વ કર્મચારીઓએ ધમકી આપી કે પૈસા ન આપો તો ઠીક નહીં રહે.