આજે લોકશાહીનો મહાપર્વ શરૂ થયો છે : રાહુલની મતદારોને અપીલ

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને આજે દેશના આત્મા અને ભવિષ્ય માટે મતદાન કરવાની દેશવાસીઓને અપીલ કરી છે.

સત્તામાં આવતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ મતદારો યાદ કરાવ્યું કે દેશના યુવાનોને રોજગારી અને બેન્ક ખાતામાં 15 લાખ આપવાને બદલે મોદી સરકારે બેરોજગારી, અવિશ્વાસ, હિંસા, નફરત અને ડર આપ્યા છે. ‘મતદારો આજે દેશના આત્મા અને તેના ભાવિ માટે મતદાન કરજો,’ તેમ ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘આજે લોકશાહીનો મહાપર્વ શરૂ થયો છે. દેશ હવે નવી કોઈ જાળમાં ફસાશે નહીં અને પ્રગતિના પથ પર ચાલશે. દેશને આપણે નવી ઊંચાઈ પર લઈ જવો પડશે. દેશને અસત્ય, છેતરપિંડી અને જુમલાઓથી બચાવી પ્રેમ, શાંતિ અને ભાઈચારા સાથે આગળ લઈ જવો પડશે. તમારો મત જરૂર આપજો કારણ કે, હવે ન્યાય થશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને 23મેના ચૂંટણી પરિણામ જાહેર થશે.