અમિતાભે પાકિસ્તાનીના રોલ માટે ના પાડી

ફિલ્મ જગત

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અત્યારે હિન્દી-તામિલ દ્વિભાષી ફિલ્મ ‘તેરા યાર હું મેં’ના શૂટિંગમાં બિઝી છે. તેઓ ઓસ્કાર વિનિંગ સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પોકુટ્ટીની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મમાં પાકિસ્તાનીનું પાત્ર ભજવવાના હતા.

આ વાત જાણતા એક સોર્સે કહ્યું હતું કે, ‘રેસુલ ડિરેક્ટર તરીકેની તેમની ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે બચ્ચન સાહેબની સાથે છેલ્લાં બે વર્ષથી ચર્ચા કરતા હતા. તેમને રેસુલની આ ઇન્ડો-પાક સ્ટોરીમાં શાંતિનો મેસેજ ગમ્યો હતો. રેસુલ વાસ્તવમાં બચ્ચન સાહેબની ડેટ્સની રાહ જોતા હતા અને તેઓ આખરે શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા હતા, પરંતુ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વણસી જતા બચ્ચન સાહેબે ફેરવિચાર કર્યો હતો.’