ઇલેક્શન લડી રહ્યો હોવાની વાતને ફગાવી સંજય દત્તે

ફિલ્મ જગત

૨૦૧૯ના લોકસભાના ઇલેક્શનમાં સંજય દત્ત ચૂંટણી લડશે એ વાતને તેણે ફગાવી દીધી છે. સંજય દત્તના પપ્પા સુનીલ દત્ત કૉન્ગ્રેસમાં ગાઝિયાબાદમાંથી ચૂંટણી લડતા હતા. સંજય દત્ત પણ તેના પપ્પાની જેમ પૉલિટિક્સ જૉઇન કરશે એવી ચર્ચા ચાલી હતી. આ વાતને અફવા ગણાવતાં સંજય દત્તે ટ્વીટ કર્યું હતું કે ‘હું લોકસભાનું ઇલેક્શન લડી રહ્યો હોવાની જે વાત ચાલી રહી છે એ એક અફવા છે. હું મારા દેશ સાથે છું અને મારી બહેન પ્રિયા દત્તને ફુલ સપોર્ટ કરું છું. હું દરેકને વિનંતી કરું છું કે તેઓ આ ઇલેક્શનમાં તેમનો કીમતી મત આપે.’