‘ટોટલ ધમાલ’ હવે ૧૦૦ કરોડના કલબમાં સામેલ થઇ ગઇ છે. રર ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ કોમેડી ફિલ્મમાં અનિલ કપૂર, અજય દેવગન, માધુરી દીક્ષિત નેને લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. ઇન્દર કુમારે આ ફિલ્મને ડિરેકટ કરી છે જે ‘ધમાલ’ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ કલાકારો ખજાનાની શોધમાં નિકળે છે. બે અઠવાડિયાનાં કલેકશનની વાત કરીએ તો ફિલ્મે ૧૦૬.૩૨ કરોડનો બિઝનેસ કર્યો છે.

