આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના શુભ અવસરે શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે. લોકો શિવલિંગ પર જળ ચઢાવીને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પાવન પર્વની શુભકામનાઓ આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યુ, મહાશિવરાત્રિના પાવન અવસરે પર તમામ દેશવાસીઓને ઘણી શુભકામનાઓ. ॐ નમ: શિવાય.
મહાશિવરાત્રિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન સોમવારથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ શ્રમયોગી માનધન યોજનાનો શુભારંભ કરશે અને છ કિલોમીટર લાંબી અમદાવાદ મેટ્રો સેવાના પહેલા ચરણનું ઉદ્ધાટન કરશે.
તેઓ ઉમિયા ધામ મંદિરનો પાયો નાખશે. મોદી પાંચ માર્ચે શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનો પાયો નાખવા માટે અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ પણ જશે. વડાપ્રધાન જામનગરથી પોતાના બે દિવસીય પ્રવાસનો પ્રારંભ કરશે, જ્યાં તે 750 બેડવાળા ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે અને તેના પીજી હૉસ્ટેલનું ઉદ્ધાટન કરશે.