ઠેકાણે પાડી દેવાની ધમકી આપનારા MLA મધુ શ્રીવાસ્તવ મુશ્કેલીમાં

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

લોકસભાની ચૂંટણીમાં જો ભાજપને તમે મત નહીં આપો તો તમને ઠેકાણે પાડી દઈશ મતદારોને આ પ્રકારની ધમકી જાહેરમાં આપનારા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણકે આવી ધમકી આપવા બદલ ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે તેમજ ત્રણ દિવસની અંદર જવાબ આપવાનો આદેશ કર્યો છે.

હવે બધાની નજર મધુ શ્રીવાસ્તવ ચૂંટણીપંચને કેવો જવાબ આપે છે તેના પર મંડાણી છે જો પંચને જવાબ યોગ્ય નહીં લાગે તો મધુ શ્રીવાસ્તવ વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે છે નોંધનીય છે કે બે દિવસ પહેલાં જ ભાજપના આ બાહુબલી ગણાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના જ એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી ખુલ્લેઆમ એવી ધમકી આપી હતી કે તમારે ભાજપના કમળ ના નિશાન ઉપર જ બટન દબાવવાનું છે જો આવું નહીં કરો તો તમને હું ઠેકાણે પાડી દઈશ.

ત્યાર બાદ ભારે હોબાળો મચ્યો હતો અને કોંગ્રેસે પણ ફરિયાદ કરી હતી બીજી બાજુ આવો બફાટ કરવા બદલ ભાજપે પણ મધુ શ્રીવાસ્તવને ઠપકો આપી માપમાં રહેવાની તાકીદ કરી હતી આમ છતાં મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ પણ ફરીથી ધમકીની વાત ઉચ્ચારી હતી તેમ જ કહ્યું હતું કે મીડિયાને શું તો દુનિયાને પણ ઠેકાણે પાડી શકું છું હું કોઈનાથી ડરતો નથી તે પ્રકારની આડીઅવળી ભાષામાં ધમકી સાથેની વાતચીત કરી હતી જોકે તેઓએ મીડિયા સમક્ષ કેટલી વખત એવું કહ્યું કે ઠેકાણે પાડી દેવું એટલે તેમને નોકરી આપવી કે તેમની બદલી કરી આપવી તે પ્રકારનો અર્થ થતો હતો.

પરંતુ મીડિયાએ માત્ર એક શબ્દ પકડી લીધો છે અને ભાજપને બદનામ કરવા માંગે છે ત્યારબાદ એવું પણ કહ્યું હતું કે બોલતા બોલતા ક્યારેક જીભ લપસી જાય છે પરંતુ મેં અન્ય કોઇ ધમકી આપી નથી ખોટા આક્ષેપો થયા છે હું આવું કશું બોલ્યો નથી આ પ્રકારની જાત જાતની વાતો તેમણે પોતાના બચાવમાં કરી હતી તેમજ ફરીથી પણ અનેક વખત મીડિયાને તેમ જ મતદારોને ધમકી પણ આપી હતી આ બાબતને ઘણી જ ગંભીર રીતે લેવાઈ રહી છે કારણ કે ગુજરાત રાજ્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ મોડલ ગણાવી રહ્યા છે એ પ્રકારનું માર્કેટિંગ પણ થયું છે તેમજ ગુજરાતમાં સલામતી હોવાના પણ અનેક વખત દાવા કરાયા છે.

આવી સ્થિતિમાં ભાજપના જ ધારાસભ્ય ખુલ્લેઆમ મતદારોને ઠેકાણે પાડવાની ધમકી આપે અને મીડિયાને પણ આવી ધમકી આપે તે બાબત ખૂબ જ ગંભીર છે અને ચૂંટણી પંચે તેમને સત્તાવાર રીતે નોટીસ આપી છે આશ્ચર્યની વાત છે કે નોટિસ મળ્યા પછી પણ મધુ શ્રીવાસ્તવ ની દાદાગીરી ઓછી થતી નથી તેઓ કહે છે કે હું નહીં પણ મારો વકીલ ત્રણ દિવસ પહેલા જ જવાબ આપી દેશે હવે સમ્રગ ગુજરાતની નજર તેમના જવાબ પર મંડાઈ છે.