પ્રત્યાર્પણ રોકવા માટેની ભાગેડૂ વિજય માલ્યાની અરજી બ્રિટનની કોર્ટે ફગાવી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભાગેડૂ વિજય માલ્યાને બ્રિટનની કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. પોતાના પ્રત્યાર્પણ રોકતી અરજી બ્રિટનની કોર્ટે ફગાવી છે. તેવામાં હવે તેનો ભારત આવવાનો સમય નજીક આવી ગયો છે. માલ્યાને લાગી રહ્યું છે કે હવે તેનું જેલ જવાનું નક્કી છે. તેથી થોડાં દિવસો પૂર્વે માલ્યાના વકિલે કોર્ટમાં કહ્યું હતું કે, મારા ક્લાયન્ટ ભારતીય બેંકોને સંતુષ્ટ કરવા માટે શાનો-શૌકતની જીંદગી છોડવા માંગે છે.

નોંધનીય છે કે, વિજય માલ્યા પોતાના ટ્વીટર હેન્ડલથી પોતાની વાત સામે રાખે છે. થોડા દિવસો પહેલા તેણે ટ્વીટ કરી કહ્યું હતું કે, બેંકોની જેટલી રકમ મારી પાસે બાકી છે, તેનાથી વધારેની વસૂલી કરી લેવામાં આવી છે. તેવામાં કારણ વિના મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યો છે.