ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી 13 વર્ષ બાદ આજે યોજાઈ રહી છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષના 6-6 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા ને લઈને ઘણા સમય થી વિવાદ ચાલતો હતો ત્યારે આ ચૂંટણી નું મતદાન આજે સવારે 8 કલાકથી શરુ થઈ ગયું છે અને સાંજે 5 કલાકે પૂર્ણ થશે. આ ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. આચાર્ય પક્ષના બ્રહ્મચારી વિભાગ ના એક સંત બિન હરીફ જાહેર થતા હવે બંન્ને પેનલ વચ્ચે 6-6 ઉમેદવાર માટે મતદાન થઈ રહ્યું છે. ગઢડા મંદિર ચુંટણીમાં આશરે 20 હજાર જેટલા મતદારો બેલેટ પેપર થી મતદાન કરશે. કુલ 27 બુથ પર ચુટણી પ્રકિયા ચાલી રહી છે. આવતીકાલે મતગણતરી થશે. ચૂંટણી ને લઈ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 700 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ગઠવાયા છે. IG, SP, 6 DYSP, 6 PI, 6 PSI સહિત 10 મહિલા PSI તૈનાત છે.
