આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલીવાર સફેદ જર્સી પર નંબર રાખવામાં આવશે અને 22 ઑગષ્ટથી એન્ટિગામાં વેસ્ટઈન્ડીઝ સામે ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ બે નંબરોનો ઉપયોગ ભાગ્યે જ કરે. સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને બીસીસીઆઈએ ‘અનધિકરૂપે રિટાયર’ કરી દીધી છે. જ્યારે ઝડપી બૉલર શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરી તો સોશિયલ મીડિયા પર બબાલ થઈ ગઈ હતી અને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતુ.
ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે જર્સી નંબર-7 ઉપલબ્ધ રહેશે
કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગનાં ભારતીય ખેલાડી પોતાની સીમિત ઑવરોનાં જર્સી નંબરનો ઉપયોગ કરશે. બીસીસીઆઈનાં અધિકારીએ કહ્યું કે, “વિરાટ 18 અને રોહિત 45 નંબર પહેરશે. મોટાભાગનાં ખેલાડીઓ પોતાની વન ડે અને ટી-20 જર્સીનો નંબર પહેરશે. એમએસ ટેસ્ટ ક્રિકેટ નથી રમતો માટે જર્સી નંબર-7 ઉપલબ્ધ રહેશે, પરંતુ ઘણી ઓછી સંભાવના છે કે કોઈ આને પહેરે.”
બીસીસીઆઈ ધોનીની જર્સી રિટાયર કરી શકે છે
તેમણે કહ્યું કે, “7 નંબર જર્સીનો સંબંધ સીધો એમએસ ધોની સાથે છે. વન ડે સીરીઝ બાદ જ વેસ્ટઈન્ડીઝમાં નંબરવાળી જર્સી પહોંચશે.” સામાન્ય રીતે જર્સી રિટાયર નથી થતી, પરંતુ ભારતીય ક્રિકેટમાં ધોનીનું કદ એટલું મોટું છે કે બીસીસીઆઈ તેની જર્સી રિટાયર કરી શકે છે. ધોનીએ 2015માં ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધો હતો. તે સેના સાથે સમય વિતાવવા માટે વેસ્ટઈન્ડીઝનાં પ્રવાસે નથી ગયો.