પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનને પણ આમંત્રણ આપશે ભારત, વિદેશ મંત્રાલયે કહ્યું- આગળ શું થશે, અત્યારે કહેવું મુશ્કેલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વિદેશ મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી છે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટને લઈ આઠ સભ્ય દેશના વડાઓને આમંત્રણ પાઠવશે. તેમા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે અમે સભ્ય દેશના તમામ વડાઓને આમંત્રણ પાઠવશું. આગળ શું થશે એ તો સમય જ નક્કી કરશે. SCO સમિટ આ વર્ષના અંત ભાગમાં ભારતમાં યોજાનાર છે.છેલ્લા બે વર્ષથી પુલવામા હુમલો, સર્જીકલ સ્ટ્રાઈક અને કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરીની સ્થિતિ છે.

4 ઓબ્ઝર્વર અને આંતરરાષ્ટ્રીય સહયોગીઓને પણ આમંત્રણ આપવામાં આવશે

રવીશ કુમારે કહ્યું છે કે હવે આ સૌની જાણકારીમાં છે કે ભારત આ વર્ષ યોજાનારી SCO સમીટની યજમાની કરશે. પ્રધાનમંત્રી સ્તર પર આ મુદ્દે બેઠક કરવામાં આવી છે. જેમાં વિવિધ મુદ્દે SCO પ્રોગ્રામ પર ચર્ચા કરવામાં આવી છે. નિર્ધારિત પ્રક્રિયા અંતર્ગત SCOના 8 સભ્ય દેશો, ચાર ઓબ્ઝર્વર અને અન્ય આંતરરાષ્ટ્રીય સહયોગીઓને આમંત્રણ આપવામાં આવશે.

ભારત વર્ષ 2017માં SCOનું પૂર્ણકાલિન સભ્ય બન્યુ હતુ

ભારત અને પાકિસ્તાનનો SCOના પૂર્ણકાલિન સભ્યો તરીકે SCOમાં વર્ષ 2017માં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી ભારતમાં યોજાનારી આ પ્રથમ 8 સભ્યની ઉચ્ચસ્તરીય બેઠક છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત SCOમાં ચીન, કઝાકિસ્તાન, રશિયા, તાજીકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.