સુરત : ફાયરના 15 જવાનોની ટીમ વડોદરા ખાતે રવાના, શહેરમાં જળ બંબાકારની સ્થિતિ યથાવત

ગુજરાત મુખ્ય સમાચાર

વડોદરા જીલ્લામાં આભ ફાટતા સમગ્ર વડોદરામાં જળ બંબાકારની સ્થિતિ વર્તાઇ છે, ત્યારે સુરતથી ફાયરના 15જવાનોની ટીમ વડોદરા ખાતે રવાના કરવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં આભ ફાટતા 20 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો, જેના કારણે સમગ્ર વડોદરામાં જળ બમ્બાકારની સ્થિતિમાં છે.

વડોદરાવાસીઓના રાહત બચાવની કામગીરી માટે એન.ડી.આર.એફ.ની ટિમ તેમજ સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે, ત્યારે સુરતમાંથી પણ લોકોના રેસ્ક્યુ માટે તેમજ મદદ માટે એક ફાયરની ટિમ રવાના કરવામાં આવી છે. આ ટિમમાં 15 જેટલા ફાયરના જવાનો છે, કે જેઓ રબર બોટ,લાઈવ જેકેટ તેમજ સેફ્ટીના વિવિધ સાધનો સાથે વડોદરા ખાતે રવાના થયા છે.