‘દે દે પ્યાર દે’ Trailer: અજય દેવગનની ધમાકેદાર કૉમેડી ફિલ્મ

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

અજય દેવગન, તબૂ અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ દે દે પ્યાર દેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લવ રંજન પ્રોડક્શન હેઠળ બનેલ આ ફિલ્મ 50 વર્ષના ડાયવોર્સી પુરુષ અને 24 વર્ષની છોકરીની પ્રેમ કહાની છે. ટ્રેલર પરથી અંદાજો લગાવી શકાય કે ફિલ્મમાં ભરપૂર કોમેડી જોવા મળશે. આકીવ અલીના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ 17 મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મના નિર્દેશક આકીવ અલી અને પ્રોડ્યૂસર લવ રંજન અને ટી-સીરિઝ છે.

ટ્રેલરમાં કેટલાય મજેદાર ડાયલોગ પણ જોવા મળશે. એક સીનમાં ઉંમર જોઈ પ્રેમ ન કરવાની સલાહ આપતા અજય દેવગને સૈફ અલી ખાન અને કરીના કપૂરનું અદાહરણ પણ આપી દીધું. તબૂએ ફિલ્મમાં અજય દેવગનની પહેલી પત્નીનો રોલ નિભાવ્યો છે.

આ ત્રણેય સ્ટાર્સ સાથે જાવેદ જાફરી અને આલોક નાથ પણ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. ટ્રેલર જોતા જ અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મમાં લવ રંજનની બાકી ફિલ્મો જેવી જ વાત છે. ઉમ્મીદ છે ટ્રેલરની જમ જ લોકોને ફિલ્મ પણ પસદ આવશે.