મોરબીના માળિયા નજીક આવેલ માધવ હોટેલ પાસે રાત્રીના સંમયે રાજકોટની આંગડિયા પેઢીનો એક કર્મચારી ભુજ ૨૫ લાખની કિમતના સોના ચાંદીના દાગીના આપવા એસટી બસમાં જતો હતો તે દરમિયાન માધવ હોટેલ પાસે બે મુસાફરો આંગણીયા પેઢીના કર્મચારીનો રૂ ૨૫ લાખના દાગીના ભરેલો થેલો સફેદ રંગની કારમાં લઈ ફરાર થઇ ગયા હતા બનાવ બાદ પેઢીના માલિક માળિયા આવ્યા હતા અને ચોરીની ફરિયાદ નોધાવી હતી.
અમદાવાદની એચ પ્રવીણકુમાર નામની આંગડિયા પેઢીની રાજકોટ બ્રાંચમાંથી રૂ ૨૫ લાખની કિમતના સોના ચાંદીના દાગીના લઈ કર્મચારી રોહીતપૂરી રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બસમાંથી ભુજ જવા નીકળ્યો હતો દરમિયાન માળિયા કચ્છ હાઇવે પર આવેલી માધવ હોટેલ પાસે બસ ચા નાસતા માટે રોકાઈ હતી રોહિતપૂરી નીચે ઉતર્યો હતો ચા નાસ્તો કર્યા બાદ ફરી બસમાં ચઢ્યો ત્યારે તેની બાજુના બે પેસેન્જર ન મળતા તેને પોતાનો થેલો ચેક કર્યો હતો પણ થેલો હાજર ન મળ્યો ન હતો અને આ બન્ને પેસેન્જર પણ એક સફેદ કલરની કારમાં થેલો લઈ જતા કર્મચારી જોઈ ગયો હતો.
બન્નેનો પીછો કરવા છતાં એક પણ વ્ય્કતી હાથમાં આવ્યા ન હતા. કર્મચારીએ કંડકટરને જાણ કરતા બે મુસાફર નીચે ઉતર્યા હોવાનું ખુલ્યું હતું આ અંગે આંગડિયા પેઢીના કર્મીએ પ્રથમ પોતાના મેનેજરને ઘટનાની જાણ કરતા તેમણે અમદાવાદની માલિક નિકુંજ પ્રવીણભાઈ પારેખને જાણ કરી હતી જે બાદ નિકુંજભાઈ માળિયા આવી પહોચ્યા હતા અને માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી બનાવની જાણ થતા માળિયા પોલીસે તપાસ હાથ ધરી હતી.

