ગુજરાત કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે, હાલમાં જ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં ભળ્યા છે તેવા સંજોગોમાં વધુ એક ફટકો કાયદાકિય બાબતમાં મળ્યો છે જેમાં ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પસ સ્ટેની જે અરજી કરવામાં આવી હતી તેને ફગાવી દીધી છે. એટલે હાલ હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે નહીં.
હાઈકોર્ટે ટાંક્યું છે કે, હાર્દિક પટેલે અગાઉ પણ બાંહેધરીઓ આપ્યા બાદ કાયદો તોડ્યો છે. તેથી કાયદાનું પાલન જરૂરી છે. ઉલ્લેખનીય છે કે 2015માં ધારાસભ્ય ઋશિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ કરવાની ઘટનામાં હાર્દિક પટેલ પર વિસનગર કોર્ટે અગાઉ સજા ફરમાવી હતી તે સજા પર સ્ટે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે કાર્યવાહી દરમિયાન સજા અટકાવી હતી અને આજે કોર્ટે હાર્દિકની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે ટાંક્યું કે 17 જેટલી ફરિયાદ તેના તરફ થઈ છે અને તેમ છતાં તે માનતો નથી. કોર્ટમાં તેના વકીલ દ્વારા પણ કરાયેલી દલીલો ખાસ કામે લાગી ન હતી. હાર્દિક પટેલને કોર્ટમાં લો કિલર તરીકે દર્શાવાયો હતો તેથી તે લો મેકર બની ન શકે તેથી ચૂંટણી લવાની પરવાનગી ન મળવી જોઈએ તેવું કહેવાયું હતું.
જોકે હજુ હાર્દિક પટેલ પાસે એક રસ્તો ખુલ્લો છે તે છે સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવા પરંતુ આગામી 4 તારીખ પહેલા કોર્ટ તેની અરજી પર સુનાવણી કરે અને તેને સ્ટે મળે તો તે ચૂંટણી લડી શકે બાકી હાલ પુરતું તો તેનું ચૂંટણી લડવાનું સપનું રોડાયું છે.

