દિલ્હીની જામા મસ્જિદ બહાર જુમ્માની નમાઝ બાદ ફરી વિરોધ પ્રદર્શન, હજારોની સંખ્યામાં દેખાવકારો એકઠા થયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હીના જામા મસ્જિદમાં ફરી એક વખત નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા છે. કરોડોની સંખ્યામાં નમાઝ અદા કરવા આવેલા લોકો CAA વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. દિલ્હીના જોરબાગ વિસ્તારમાં પણ શુક્રવારે CAA વિરુદ્ધ રેલી કાઢવામાં આવી છે, આ રેલી વડાપ્રધાનના આવાસ સુધી જશે.

દિલ્હીના જોરબાગ વિસ્તારમાં એક દેખાવકારને ધરપકડમાં લેવાયો છે. દેખાવકારો તરફથી યુપી ભવનની બહાર દેખાવ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

જુમ્માની નમાઝ પહેલા ઉત્તરપ્રદેશમાં એલર્ટ;21 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ,મુંબઇમાં બે રેલી યોજાશે

આજે શુક્રવારે પણ યુપીમાં દેખાવોને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને ઘણા શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયા છે. યુપીમાં જુમ્માને ધ્યાનમાં રાખતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના પીઆરઓના જણાવ્યા પ્રમાણે, જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખતા પોલીસ બધી રીતે તૈયાર છે. ઘણા વિસ્તારમાં સ્પેશ્યલ ફોર્સ તહેનાત કરી દેવાઈ છે. પોલીસ સોશ્યલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે.

21 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ
યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લો એન્ડ ઓર્ડર પુરી રીતે કંટ્રોલમાં છે, અમે સતત દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અત્યાર સુધી કુલ 21 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
હિંસક દેખાવોના કારણે લખનઉ, મેરઠ સહિત મોટાભાગના શહેરોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ગત શુક્રવારે થયેલી હિંસા બાદ 372 કરતા વધારે લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જે લોકો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં સામેલ હતા.અત્યાર સુધી 1113 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈમાં એક તરફ વિરોધ તો બીજી તરફ સમર્થનની સભા

મુંબઈઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશના ઘણા હિસ્સાઓમાં દેખાવો ચાલી રહ્યા છે. મુંબઈમાં આજે પણ CAA વિરુદ્ધ દેખાવો ચાલશે, એટલું જ નહીં આજે મુંબઈમાં સમર્થન રેલી યોજાશે. બન્ને દેખાવો મુંબઈના આઝાદ મેદાનમાં થવાના છે. એક તરફ જ્યાં વિરોધમાં ઈન્કલાબ મોર્ચો કાઢવામાં આવશે, તો બીજી તરફ કાયદાના સમર્થનમાં જનસભા થવાની છે, જેમાં દેવેન્દ્ર ફડણવી સામેલ થશે.

સંવેદનશીલ જિલ્લાઓમાં પ્રશાસન એલર્ટ પર

  • કાનપુરઃ ગત શુક્રવારે બાબુપુરવા અને યતીમખાનામાં હિંસા થઈ હતી. પ્રશાસને આ બન્ને સિવાય અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પીસ કમિટિ સાથે બેઠક કરી હતી. સુરક્ષાબળોને તહેનાત કરવામાં આવ્યા છે. IG મોહિત અગ્રવાલે કહ્યું કે, મુસ્લિમ સમુદાયના ધર્મગુરુઓને સહયોગ કરવાની અપીલ કરી છે. તમામ મસ્જિદોની આસપાસ 10-10 વોલેન્ટિયર તહેનાત રહેશે. પોલીસની તહેનાતી સાથે ગુપ્ત તંત્ર પણ સક્રિય છે.
  • મુઝફ્ફરનગરઃ સંવદેનશીલ વિસ્તાર મીનાક્ષી ચોક સિવાય ત્રણ અન્ય ક્ષેત્રમાં સુરક્ષા બળો સાથે પોલીસનો જમાવડો છે. મસ્જિદ પાસે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં અધિકારીઓના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ થઈ રહી છે.
  • મેરઠઃ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાબળો સાથે મેજિસ્ટ્રેટ તહેનાત છે. લોકોની જવાબદારી નક્કી કરાઈ છે કે કોઈ ભેગા ન થઈ શકે. ડીએમ અનિલ ઢીંગરાએ કહ્યું કે, પીસ કમિટિઓની બેઠકમાં લોકોને કહેવાયું છે કે જો કોઈએ પોતાની વાત કહેવી હોય તો તે તેમના ધર્મગુરુઓના માધ્યમ પાસે લેખિતમાં પક્ષ મુકી શકે છે. 14 લોકોની દેખરેખ સર્વિલાન્સ અને અન્ય માધ્યમો દ્વારા કરવામાં આવી રહી છે, જે હિંસા ફેલાવવમાં સામેલ રહી શકે છે.
  • બિજનૌરઃ સંવેદનશીલ વિસ્તારમાં એક કંપની ITBP, 6 કંપની પીએસને તહેનાત કરવામાં આવી છે. 6 ડ્રોન કેમેરા અને 259 ગુપ્ત કેમરા દ્વારા શંકાસ્પદો પર નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસને પીસ કમિટિની બેઠકમાં લોકોને નાગરિકતા કાયદા અંગે જણાવ્યું અને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
  • ઈટાવાઃ શાંતિ બહાલી માટે એસએપી સંતોષ કુમાર મિશ્રાએ ગુરુવારે મુસ્લિમ સમુદાય સાથે ક્રિકેટ મેચ રમી હતી. આ દરમિયાન મુસ્લિમ સમુદાય ધર્મગુરુ, સમાજસેવી હાજર રહ્યાં હતા.