145 દિવસ બાદ કારગિલ અને લદ્દાખમાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ 145 દિવસ પછી કારગિલમાંથી ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે.

મળતી વિગતો પ્રમાણે કારગિલની સાથે સાથે દ્રાસ અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાંથી પણ ઈન્ટરનેટ પરનો બેન હટી ગયો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખને છુટુ પાડીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવાયો છે. સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં પણ હાલમાં રાષ્ટ્પતિ શાસન લાગુ કરાયેલુ છે.

કોઈ અઘટિત ઘટના ના બને તે માટે આખા રાજ્યમાં ઈન્ટરનેટ પર સરકારે પ્રતિબંધ મુકી દીધો હતો. લદ્દાખમાં મોબાઈલ અને બ્રોડબેન્ડ સેવાઓ બાદમાં ચાલુ કરાઈ હતી અને હવે મોબાઈલ ઈન્ટરનેટ પણ ચાલુ કરાયુ છે. કારગિલમાં પણ શાંતિપૂર્ણ સ્થિતિ રહી હોવાથી ઈન્ટરનેટ સેવા ચાલુ કરાઈ છે.

જમ્મુ કાશ્મીરમાં હજી ઈન્ટરનેટ ચાલુ નથી કરાયુ પણ શાંતિપૂર્ણ સ્થિતિને જોતા ત્યાં તૈનાત વધારાના સુરક્ષાદળોને તબક્કાવાર પાછા બોલાવવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.