બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો છે. અહીં તાપમાન માઈનસ એકથી નીચું ગયું હતું. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પર તાપમાન માઈનસમાં જતા લોકો ઠુંઠવાયા હતા. ઘણી જગ્યાએ પાણી પર બરફના થર જામ્યા હતા. લોકોએ બોનફાયર અને ચાની ચુસ્કી લઈને ઠંડીથી બચવા પ્રયાસ કર્યો હતો.
લોકો દિવસે પણ ઘરમાં રહ્યા
માઉન્ટ આબુમાં ઠંડી સતત વધી રહી છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માઉન્ટ આબુવાસીઓ દિવસ દરમિયાન ઘરોમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. આજે શુક્રવારે તાપમાન આ શિયાળામાં પ્રથમ વખત માઇનસ નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થયા બાદ માઉન્ટ આબુના મેદાનોની બહાર પાર્ક કરેલી કારની છત અને પાણીપર પણ ભરફની પાપડીયો બંધાઈ હતી. પાર્ક કરેલી કારની છત, બરફના થરો જામી ગયા હતા. આ શિયાળામાં પહેલીવાર જ્યારે તાપમાન માઈનસ પર પહોંચ્યું ત્યારે ઠંડીની અસર હવે તીવ્ર બની છે.
પ્રવાસીઓએ હોટલમાં પુરાઈ રહ્યા
ઠંડીથી બચવા માટે લોકો તાપણા કરી રહ્યા છે અને ગરમ ચાની ચૂસ્કી લઈ રહ્યા છે. ત્યારે હિલ સ્ટેશન પર પહોંચેલા પ્રવાસીઓ મોસમની મજા માણવા માટે મોટી સંખ્યામાં માઉન્ટ આબુ પહોંચ્યા છે. ત્યારે ઠંડીની મજા માણવા પર્યટકો નકીલેખ ખાતે ચાલવા નીકળ્યા હતા. વધતી જતી ઠંડીને કારણે મોટાભાગના પર્યટકો હોટલોમાં પુરાઈ રહ્યા હતા. હવામાનમાં પરિવર્તન આવ્યા બાદ પ્રવાસીઓ પણ હિલ સ્ટેશન તરફ વળ્યા છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પારોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. નવું વર્ષ ઉજવવા આવતા પ્રવાસીઓ માટે આ સીઝન સુખદ દેખાવા માંડે છે.પ્રવાસીઓ મોસમનો ભરપૂર આનંદ લઇ રહ્યા છે.
