ભારત સામે યુદ્ધ થયું તો પાકિસ્તાન હારી જશે: ઇમરાન ખાન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાનની નબળી સ્થિતિ હોવા છતાં, પીએમ ઇમરાન ખાન ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યા છે, જોકે તે પણ પોતાના દેશની વાસ્તવિકતાને જાણે છે અને આ કારણોસર તેણે પોતાના છેલ્લા નિવેદનમાં કબૂલ્યું છે કે ભારત સાથેના પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાન હારશે. જોકે, પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે, પરંતુ તેઓએ એવું પણ માન્યું હતું કે ભારત સાથે પરંપરાગત યુદ્ધ પરમાણુ હુમલા સુધી જશે પરંતુ પાકિસ્તાન ભારત સામે હારી શકે છે એટલું તેના પરિણામ ભયંકર હોય શકે છે.

અલ જાઝિરાને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાને કહ્યું હતું કે પાકિસ્તાન ક્યારેય પણ પરમાણુ યુદ્ધ શરૂ કરશે નહીં. હું શાંતિવાદી અને યુદ્ધનો વિરોધી છું. મારું માનવું છે કે યુદ્ધ કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવશે નહીં પરંતુ જો દેશ બે વિકલ્પો વચ્ચે ફસાય ગયો છે, તેમાં તમે ક્યાં આત્મસમર્પણ કરશો અથવા અંતિમ શ્વાસ સુધી લડશો, અને હું જાણું છું કે પાકિસ્તાન આઝાદીના અંતિમ શ્વાસ સુધી લડશે. અમે શાંતિથી નથી બેસી શકતા નથી, બની શકે છે કે તેમાં પાકિસ્તાન હારી જાય પરંતુ અમને જવાબ આપતા આવડે છે. આ પહેલા શુક્રવારે કાશ્મીરના સમર્થનમાં આયોજીત ‘જલસા’ ને સંબોધન કરતા ઇમરાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્ય જે કરે છે તેની ભારે પ્રતિક્રિયા થશે, ભારત સરકાર કાશ્મીરની જનતા પર દમન કરી રહી છે. અને માત્ર કાશ્મીરના લોકો જ નહીં પરંતુ ભારતીય મુસ્લિમો પણ ભયમાં છે. ઇમરાન ખાને શુક્રવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક રેલીમાં આ વાત કહી હતી. પાકિસ્તાનના વડાપ્રધાને આ રેલીને જમ્મુ-કાશ્મીરની જનતા સાથે એકતા દર્શાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.