ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ઝોનલ હેડ સરલા દીદીનું નિધન

ગુજરાત મુખ્ય સમાચાર

ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેક્ટર અને ઝોનલ હેડ રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરલા દીદીએ આજે બપોરે 12.10 કલાકે અંતિમ શ્વાસ લીધો હતો. આજે તેમનો પાર્શ્વ દેહ સાંજે 5 કલાકથી 8 કલાક સુધી અમદાવાદના બ્રહ્માકુમારી, સુખ શાંતિ ભવન, ભૂલાભાઈ પાર્ક રોડ, કાંકરીયા અમદાવાદ ખાતે પુષ્પાંજલિ માટે રાખવામાં આવશે. ત્યારબાદ શુક્રવારે સવારે 6 કલાકે તેમના દેહને અમદાવાદથી માઉન્ટ આબુ ખાતે આવેલા બ્રહ્માકુમારીના મુખ્યાલય ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.