જામનગરમાં PM મોદી એ હોસ્પિટલ જી.જી હોસ્પિટલનું ઉદ્ધઘાટન કર્યું

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

PM મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે હાલ મોદી જામનગર એરપોર્ટ પર પહોંચી ગયા છે. પીએમ મોદીને આવકારવા માટે જામનગર એરપોર્ટ પર રાજ્યના સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના અનેક ટોચના નેતાઓએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

જામનગરમાં પીએમ મોદીએ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને તેના વિવિધ ભાગોને નીહાળ્યાં હતાં. જામનગરવાસીઓએ સ્ટેજ પરથી PM મોદીનું જોરદાર સ્વાગત કર્યું હતું. પીએમનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે.