રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેની સામે લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલને ટક્કર આપનારી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ પર પલટવાર કર્યો છે. “અમેઠીમાં ઓર્ડિનન્સ ફેકટરીનું ઉદ્ઘાટન તેમણે 2010માં કરી દીધો હતો અને ત્યાં ગત કેટલાક વર્ષોથી નાના હથિયારોનું ઉત્પાદન થઇ રહ્યું છે. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમે શિલાન્યાસ નહીં અમેઠીનું સત્યાનાશ કર્યું છે” – રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષની ટ્વીટનો જવાબ અપતા સ્મૃતિ ઇરાનીએ 2010ની બે ન્યૂઝ રિપોર્ટ શેર કરતા જણાવ્યું હતું કે, જો કોરવામાં 2010માં તમે ઉદ્ઘાટન કર્યું તો 2007માં ઓર્ડનન્સિ ફેક્ટરીમાં જે થયું તેના પર પ્રકાશ નાખશો? તેમણે જણાવ્યું હતું કે, તમને ડર એટલો છે કે અમેઠીમાં વિકાસ થઇ રહ્યો છે અને તે જોવાની તકલીફ નથી ઉઠાવી કે કાલે કોરવામાં સંયુક્ત ઉપક્રમનું ઉદ્ઘાટન થયું છે. તે અંતર્ગત ભારત અન રશિયા વચ્ચે એકે 203 રાઇફલ નિર્માણની સમજૂતિ કરાઇ છે. તેમણે જણાવ્યું હતું કે, સાથે તમને જણાવી દઇએ કે તમે એ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું જેનો તમારા જ એક નેતાએ બે દાયકા પહેલા ઉદ્ઘાટન કર્યું હતું.

