વરિષ્ઠ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયાંના ગણતરીની કલાકોમાં તેમને રામપુરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પાર્ટીમાં સામલ થયા બાદ જયાપ્રદાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. જયાપ્રદાએ કહ્યું, “આ માટે માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. હું નરેન્દ્ર મોદીની વિચારસરણીથી પ્રભાવિત છું અને તેમના મિશનને આગળ ધપાવીશ. તેમના હાથમાં દેશ સુરક્ષિત છે.” જયાપ્રદા આ પહેલાં સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ તથા સમાજવાદી પાર્ટીમાં હતાં. જયાપ્રદા ઉત્તર પ્રદેશની રામપુર બેઠક ઉપરથી બે વખત સાંસદ રહી ચૂક્યાં છે. આ સિવાય મેનકા ગાંધી (સુલતાનપુર), વરૂણ ગાંધી (પીલીભીત), ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર પાંડેય (ચંદૌલી), રામશંકર કથેરિયા (ઇટાવા), રીટા બહુગુણા જોષી (અલાહાબાદ) અને કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહા ગાઝીપુરની બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઉતરશે.

