બાંગ્લાદેશ સામેની T20 સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવમાં આવ્યો છે. રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે. ટીમમાં સંજુ સેમસન અને ચહલનો સમાવેશ કરાયો છે. બીજી તરફ બાંગ્લાદેશના ક્રિકેટરોની મોટા ભાગની માંગને સંતોષવાની બોર્ડની ખાત્રી પછી તેઓની હડતાલ સમેટાઈ ગઈ છે. આથી પ્રવાસ નિર્ધારિત શેડ્યુઅલ મુજબ યોજાશે.
T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, મનિષ પાન્ડે, રિષભ પંત (વિકેટકિપર), વોશિંગટન સુંદર, કૃણાલ પંડ્યા, ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દૂબે અને શાર્દુલ ઠાકુર.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, હનુમા વિહારી, શાહા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમ ગીલ અને રિષભ પંત.
આ છે મેચ શિડ્યુઅલ
- 3 નવેમ્બર- પ્રથમ T20 મેચ.
- 7 નવેમ્બર- બીજી T20 મેચ.
- 10 નવેમ્બર- ત્રીજી T20 મેચ.
- 14 નવેમ્બર પ્રથમ ટેસ્ટ મેચ.
- 22 નવેમ્બર બીજી ટેસ્ટ મેચ.
બાંગ્લાદેશના ખેલાડીઓ સ્ટ્રાઈક સમેટી
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા બાંગ્લાદેશના ક્રિકેટર્સ સ્ટ્રાઇક પર ઉતર્યા હતા. તેઓ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તેમની 11 શરતો નહીં માને ત્યાર સુધી ક્રિકેટ નહીં રમવાની જીદ પર અડ્યા હતા. ત્યારબાદ બોર્ડે તેમની શરતો સ્વીકારી હતી. આ તમામ શરતો બોર્ડે સ્વીકારી ત્યારબાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ હડતાળ સમેટી ભારત ટૂર યથાવત રાખશે.