છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાન તાજેતરમાં પોતાના કરીના કપૂર દ્વારા જન્મેલા પુત્રના બેફામ ફોટા પાડી રહેલા ફોટોગ્રાફર્સ પર નારાજ થઇ ગયો હતો.
મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરીના અને પુત્ર તૈમૂર સાથે ઊતરેલા સૈફ અલી ખાનને જોઇને મિડિયા ફોટોગ્રાફર્સે તરત ક્લીક કરવા માંડયું હતું.
ફ્લેશ લાઇટ્સના સતતના ઝબકારાથી તૈમૂર અકળાઇ જતો લાગ્યો હતો. એ જોઇને સૈફ અલી ખાને શરૂમાં નરમાશથી કહ્યું હતું કે અબ બસ ભી કરો યાર…
પછી એ ગુસ્સે થઇ ગયો હતો અને કહ્યું હતું કે તમારે મારા દીકરાને આંધળો કરી દેવો છે ? આટલી બધી ફ્લેશ લાઇટ્સ માર્યા કરો છો . હવે હાઉં કરોને…
કરીના સૈફની બીજી પત્ની છે. પહેલી પત્ની અમૃતા સિંઘથી એને બે સંતાન થયાં હતાં- સારા અલી ખાન અને ઇબ્રાહિમ. કરીનાથી થયેલો પુત્ર તૈમૂર છેલ્લા થોડા સમયથી પાપારાઝી ફોટોગ્રાફર્સ માટે એક પ્રકારની ઘેલછા બની ગયો છે. તૈમૂર રમતો હોય, ઘોડે સવારી કરતો હોય કે બીજી કોઇ પણ પ્રવૃત્તિમાં બીઝી હોય, પાપારાઝી સતત એેને ક્લીક કરતાં રહે છે. એ સાવ કૂમળી વયમાં સેલેબ્રિટી બની ગયો છે. સૈફને એ ગમતું નથી. એ એમ સમજે છે કે મિડિયા ફોટોગ્રાફર્સ એના પરિવારની પ્રાઇવસી જાળવતા નથી.