આંધ્ર પ્રદેશ વિધાનસભામાં ‘દિશા’ બિલ પાસ, દુષ્કર્મીઓને 21 દિવસમાં થશે સજા

મુખ્ય સમાચાર રાજકીય

વિધાનસભામાં આજે એક મહત્વનું બિલ પાસ થયું. મહિલાઓ અને માસૂમ બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગેના આ દિશા બિલ મુજબ દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ (Gang Rape) ના દોષિતોને મોતની સજા આપવાની છૂટ છે અને આ મામલાની સુનાવણી 21 દિવસની અંદર ખતમ કરવી પડશે. આ પ્રકારનું બિલ પાસ કરનાર આંધ્ર પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું છે. નોંધનીય છે કે હૈદરાબાદમાં મહિલા ડોક્ટરના ગેંગરેપ અને ત્યારબાદ હત્યા તથા મૃતદેહને બાળી મૂકવાની ઘટનાના કારણે સમગ્ર રાજ્ય અને દેશમાં આક્રોશ હતો. ત્યારબાદ આંધ્ર પ્રદેશે આ પગલું ભર્યું છે.

દિશા બિલને Andhra Pradesh Criminal Law (Amendment) Act 2019 આંધ્ર પ્રદેશ ક્રિમિનલ લો (સંશોધન એક્ટ) 2019 પણ કહેવામાં આવે છે. આ બિલ મુજબ રેપ અને ગેંગરેપના અપરાધીઓ માટે ટ્રાયલ ઝડપ કરવાની, 21 દિવસની અંદર ટ્રાયલ પૂરી કરીને સજા આપવાની તથા મોતની સજા આપવાની પણ જોગવાઈ છે.

અત્રે જણાવવાનું કે રાજ્યના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી (Y. S. Jaganmohan Reddy) એ અગાઉ કહ્યું હતું કે આવા કેસોમાં દોષિતોને 21 દિવસની અંદર સજા મળે તેવો કાયદો બનાવીને મહિલાઓની સુરક્ષા અંગેના પગલાં સુનિશ્ચિત કરીશું. આ માટે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી વાયએસ જગન રેડ્ડીના નેતૃત્વમાં કેબિનેટે દિશા બિલ પાસ પણ કર્યું હતું. હાલના કાયદામાં આવા મામલાઓમાં કેસ ચલાવવા માટે ચાર મહિનાનો સમય અપાય છે.

Andhra Pradesh Disha Act 2019ની મહત્વની વાતો…

1. કેસમાં જો પૂરતા પુરાવા હોય તો દોષિતોને મોતની સજાની જોગવાઈ.
2. ટોટલ જજમેન્ટનો સમયગાળો ગુનો થયો હોય તે દિવસથી લઈને 21 દિવસ. એટલે કે 21 દિવસમાં ટ્રાયલ પૂરી કરવાની સાથે સાથે મોતની સજાની પણ જોગવાઈ. બિલમાં આઈપીસીની કલમ 354માં સંશોધન કરીને નવી કલમ 354 (ઈ) બનાવવામાં આવી છે.
3. કેસમાં તપાસ 7 દિવસમાં પૂરી (Working Days) કરવી અને ટ્રાયલ 14 દિવસમાં પૂરી કરી લેવી. જેથી કરીને 21 દિવસમાં સજા મળી જાય.
4. દુષ્કર્મ ઉપરાંત રાજ્ય સરકારે બાળકો સામેના જાતિય સતામણીના ગુનાઓમાં પણ આજીવન કેદની સજાની જોગવાઈ કરેલી છે.
5. બાળકોની જાતિય સતામણીના કેસોમાં પણ પુરતા પુરાવાના આધારે ટોટલ જજમેન્ટનો સમયગાળો ઘટાડીને 21 દિવસ કરાયો છે. (જે દિવસે ગુનો ઘટ્યો હોય ત્યારથી લઈને)
6. મેઈલ, સોશિયલ મીડિયા, ડિજિટલ મોડ, અથવા કોઈ પણ માધ્યમથી મહિલાઓને પરેશાન કરવાના કેસોમાં આરોપી પર ગુનો પુરવાર થાય તો દોષિતને 2વર્ષથી લઈને 4 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ.
7. આવા કેસોમાં સ્પીડી ટ્રાયલ માટે રાજ્ય સરકાર દરેક જિલ્લામાં Exclusive Special Courts બનાવશે. આ કોર્ટ ખાસ કરીને મહિલાઓ અને બાળકો સામેના દુશ્કર્મ, સામૂહિક દુષ્કર્મ, એસિડ એટેક, stalking, સોશિયલ મીડિયાથી સતામણી, શારીરિક સતામણી અને POCSO Act હેઠળના ગુનાઓ સામે ટ્રાયલ હાથ ધરશે.