અત્યારે અમેરિકામાં (America) જઈને પૈસા કમાવવાનું ભૂત મોટાભાગના લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને યુવાનોમાં અમેરિકા જવાની ઘેલછા વાધારે જોવા મળે છે. જોકે અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે આ સમાચાર મહત્વના છે. અમેરિકાની સરકાર દ્વારા એક રિપોર્ટ (Reports) રજૂ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે દેશની અલગ અલગ એજન્સીઓએ (Agency) રાષ્ટ્રીય સુરક્ષાના જન સુરક્ષાના ખતરા સમાન આશરે 10,000 ભારતીઓની (Indians) ઓળખ કરી હતી. આ તમામ ભારતીઓને વર્ષ 2018માં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
મંગળવારે (10 ડિસેમ્બરે) રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે આ દશ હજાર લોકોમાં 831 લોકોને અમેરિકાની બહાર હાંકી કાઢવામાં આવ્યાહતા. ઇમિગ્રેશન અમલીકરણની ધરપકડ, કસ્ટડી અને બહાર મોકલવા અને પસંદ કરેલી વસ્તીથી સંબંધિત મુદ્દાઓ શિર્ષકવાળા આ રિપોર્ટમાં સરકારી જવાબદારી કાર્યાલયે તૈયાર કર્યો છે.

