અનાજ મંડીની જે બિલ્ડીંગમાં રવિવારે આગ લાગવાથી 43 જિંદગી ખાક થઇ ગઇ, તેની આસપાસની બિલ્ડીંગોમાં લોકો ખતરનાક પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. જ્યાં આગ લાગી તેનાથી લગભગ 150 મીટર દૂર આવી જ એક બિલ્ડીંગમાં ભાસ્કરે તપાસ કરી. પરિસ્થિતિથી જાહેર હતું કે નાનો અકસ્માત પણ અઙીં મોટા નુકસાનનું કારણ બની શકે છે. આ ફેક્ટરીઓમાં કામ કરવામાં બાળકો પણ સામેલ છે.
પરિવારને પાળવા માટે મજૂરો જીવનું જોખમ લે છે
ભાસ્કરે જ્યારે આ બિલ્ડીંગમાં કામ કરનારા લોકોથી વાત કરી તો ખબર પડી કે મોટાભાગના એવા લોકો છે જેમની શિક્ષા ન બરાબર છે. જે પણ કામ મળે છે, તે આજિવિકા મેળવવા માટે કરી લે છે. બિલ્ડીંગમાં ચાલી રહેલી ફેક્ટરીઓમાં સુરક્ષા પણ ન બરાબર છે. પરિસ્થિતિ ખતરનાક છે, અને દુર્ઘટનાના સમયે જીવનું જોખમ નક્કી છે. પરંતુ અહીં કામ કરનારા પરિવારને પાળવા માટે જીવનું જોખમ ઉઠાવે છે.
એક રૂમમાં 6 લોકો કામ કરે છે, ત્યાં જ રહે છે
બિલ્ડીંગના પહેલા માળે જવા માટે સાંકડી સીડીઓ હતી અને તેમાં બે લોકો એકસાથે પસાર ન થઇ શકે. અહીં દિવસે પણ અંધારુ હતું. બીજા માળ પર પહોંચ્યો તો ત્યાં એક નાનો રૂમ હતો. અહીં ઉભેલો એક યુવક સુદાન(22) સામે રસ્તા પર ભેગી થયેલી ભીડને જોઇ રહ્યો હતો. સુદાન બિહારના મધુબનીનો રહેવાસી છે. તેણે જણાવ્યું કે આ રૂમમાં 6 લોકો જ્વેલરી શોપમાં ઉપયોગમાં લેવાતી બેગ બનાવે છે અને આ રૂમમાં જ રહે છે.
રોજ 15 કલાક કામ, કામથી જ નક્કી થાય મજૂરી
સુદાને કહ્યું કે તે એક બાળકનો પિતા છે. 8 વર્ષથી દિલ્હીમાં રહીને કામ કરી રહ્યો છે. એક રૂમની ફેક્ટરીમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કામ થાય છે. આલમ નામની એક વ્યક્તિ આ લોકો પાસેથી કામ કરાવે છે અને દરેક બેગ માટે 5 રૂપિયા મજૂરી આપે છે. એક વ્યક્તિ દિવસમાં 70-80 બેગ બનાવી લે છે.
મધુબનીના રહેવાસી સદ્દામ હુસેને(20) કહ્યં કે જો અમે કામ નહીં કરીએ તો શું ખાઇશું, પરિવાર કેવી રીતે ચાલશે ? સદ્દામના પરિવારમાં પિતા, પાંચ ભાઇ અને એક બહેન છે. સૌથી નાનો સદ્દામ 2 વર્ષથી દિલ્હીમાં રહીને કામ કરે છે અને કમાણીનો મોટો ભાગ ઘરે મોકલી દે છે.
સમગ્ર વિસ્તારમાં રૂમમાં ચાલી રહી છે ફેક્ટરીઓ
ત્યારબાદ અમે ત્રીજા માળે ગયા. અહીં પણ એક રૂમની અંદર 8-10 મશીનો લાગી હતી. સદ્દામ અને સુદાને જણાવ્યું કે રવિવાર હોવાથી રજા છે. અહી પણ એવી રીતે જ કામ થાય છે, જેવું બીજા માળના રૂમમાં થતું હતું. અમે છત તરફ ગયા પરંતુ ત્યાં દરવાજા પર તાળુ લાગેલું હતું. નીચે પાછા આવ્યા તો એક વ્યક્તિએ અમને બિલ્ડીંગની બહાર જવા કહ્યું અને અમારા નિકળતા જ ગેટ બંધ કરી દીધો. બહાર લોકોને પૂછ્યું તો ખબર પડી કે અહીં આ પ્રકારે રૂમમાં ચાલતી ફેક્ટરીઓ ઘણી છે. લોકો તે રૂમમાં જ કામ કરે છે, ત્યાં જ ભોજન બનાવે છે અને ત્યાં જ સૂઇ જાય છે.

