લા ગિલા: સ્ટાર મેસીનો વધુ એક ધમાકો, હેટ્રિકથી તોડ્યો રોનાલ્ડોનો રેકોર્ડ

ખેલ-જગત

લિયોનેસ મેસીએ લા લિગામાં 35મી હેટ્રિકની સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. જેથી બર્સેલોનાની ટીમ રિયલ માલોર્કાને 5-2થી હરાવીને ટેબલનાં શીર્ષ પર પહોંચી ગઈ છે. આ સાથે મેસ્સીએ હેટ્રિકના મામલામાં તેનો મજબૂત હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (34 હેટ્રિક) નો રેકોર્ડ તોડ્યો. બાર્સિલોના માટે મેસીએ ત્રણ ગોલ (17, 41, 83 મી મિનિટ) ઉપરાંત, એન્ટોઇન ગ્રીઝમેન (7 મી મિનિટ) અને લુઇસ સુઆરેઝ (43 મી મિનિટ) એ પણ એક-એક ગોલ કર્યો. મેસ્સીએ હાલની સીઝનમાં સૌથી વધુ 12 ગોલ કર્યા છે. માલોર્કા તરફથી બુડમિરે બંને ગોલ કર્યા. આ જીત થી, બાર્સેલોનાની ટીમ 15 મેચોમાં 34 પોઇન્ટ સાથે ટોચ પર પહોંચી ગઈ છે. રીઅલ મેડ્રિડના પણ 15 મેચોમાં સમાન પોઇન્ટ છે, પરંતુ ગોલ નબળા તફાવતને કારણે ટીમ બીજા સ્થાને છે. મેસીએ છેલ્લી મિનિટોમાં ગોલ કરીને પોતાની હેટ્રિક પુરી કરી છે. મેસી આ સિઝન (2019-20)માં સ્પેનિશ લીગમાં અત્યાર સુધી સર્વાધિક 12 ગોલ કરી ચૂક્યા છે. તેમણે રિયલ મેડ્રિડનાં કરીમ બેંજમાને (11 ગોલ)પાછળ છોડી દીધો, લીગમાં મેસીએ 35મી વાર હેટ્રિક લગાવી છે. તો આ સીઝનની લીગમાં તેની ચોથી હેટ્રિક છે. પોતાની ક્લબ અને દેશ માટે ફુટબોલના મેદાન પર પોતાના ફનનો શાનદાર પ્રદર્શન રજૂ કરનારા આર્જેન્ટિનાના સ્ટાર લિયોનેલ મેસીએ હાલમાં જ રેકોર્ડ છઠ્ઠીવાર પ્રતિષ્ઠિત બેલોન ડી એવોર્ડ પર કબ્જો કરી લીધો છે. હવે મેસીનાં નામે ફુટબોલના ઈતિહાસમાં સૌથી વધુ વખત આ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર થઈ ગયો છે. તેમણે પાંચમો બેલોન ડી અને પુરસ્કાર ચાર વર્ષ પહેલાં જીત્યા હતા.