દિલ્હીના રાની ઝાંસી રોડ વિસ્તાર સ્થિત અનાજ મંડીમાં ભીષણ આગ લાગવાથી 43 લોકોના મોત નીપજ્યા છે.
ઘટનામાં મૃતકોના પરિજનો માટે PMOએ વળતરનું એલાન કર્યુ છે. પીએમઓએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓએ ઘટનામાં ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
અગાઉ વડાપ્રધાને આ ઘટનાને ઘણુ ભયાવહ જણાવ્યુ હતુ. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યુ, આ ઘટનામાં જેમણે પોતાના પરિજનોને ખોઈ દીધા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તોને જલ્દી સાજા થવાની કામના કરૂ છુ. અધિકારી ઘટના સ્થળે દરેક સંભવિત સહાયતા પ્રદાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.