કોંગ્રસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી 9મી ડિસેમ્બરે 73 વર્ષનાં થઇ જશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર દેશમાં વિભિન્ન જગ્યાઓમાં મહિલાઓ સાથે થઇ રહેલા અત્યચારની ઘટનાઓથી સોનિયા ગાંધી ખુબ દુખી છે. આ કારણથી જ તેમણે જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે હાલમાં ઉન્નાવની દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી અને દિલ્હીમાં હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો જે બાદ પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી.
હૈદરબાદ અને ઉન્નાવની ઘટના સામે આવ્યા બાદ નિર્ણય
ત્યાં જ બીજી તરફ હૈદરાબાદમાં પણ મહિલા ડોકટર સાથે દુષ્કર્મ આચરી તેને સળગાવીને મોતને હવાલે કરી હતી જે બાદ સમગ્ર દેશમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પણ મહિલા સુરક્ષાનાં મુદ્દે સરકારથી સવાલો કરી રહી છે. એવામાં કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાનો જન્મદિવસ ઉજવશે નહીં.