વડોદરામાં ગેંગરેપના બે આરોપીઓ મામલે CM વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

ગુજરાત

26 નવેમ્બરના ગુરુવારના રોજ રાત્રીના સમયે નવલખી મેદાનમાં એક સગીર તેની મંગેતરની સાથે બેઠો હતો ત્યારે બે ઇસમો તેમની પાસે આવ્યા હતા. એક ઇસમે સગીરાનો હાથ પકડી લીધો હતો અને બીજા ઇસમે સગીરાના મંગેતરને તમાચો મારીને ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો અને સગીરાને મેદાનની દીવાલની પાછળમાં આવેલી ઝાડીઓની પાછળ લઇ ગયા હતા અને તેની સાથે 45 મિનીટ સુધી બંને નરાધમોએ ગેંગરેપ કર્યો હતો.

બળાત્કાર કર્યા પછી બંને નરાધમો ફરાર થઇ ગયા હતા સગીરાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બને બળાત્કારીઓનો શોધવા માટે 23 જેટલી ટીમ બનાવીને 250 જેટલા પોલીસકર્મીઓને કામે લગાવ્યા હતા અને આરોપીઓના સ્કેચ જાહેર કરીને તેમને એક લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી. બળાત્કારની ઘટનાના 10 દિવસ પછી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બંને આરોપીને બાતમીના આધરે દબોચી લઇને વડોદરા પોલીસને સોંપી દીધા હતા. બંને આરોપીઓને ધરપકડ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોપીને આજીવન કેદ કે, ફાંસીની સજા બાબતે નિવેદન આપ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ ઘટના બની હતી બરોડા, રાજકોટ અને સુરતમાં. ગુજરાત પોલીસની ચપળતાના કારણે ત્રણેય કેસમાં આરોપીઓની ધરપકડ થઇ છે. રાજ્ય સરકાર આ ઘટનાને ગંભીરતાથી લઇને આ ત્રાણ્યે કેસના આરોપીઓને આજીવન કેદ કે, ફાંસીની સજા સુધી આ કેસ ઝડપથી ફાસ્ટટ્રેક કોર્ટમાં પતી જાય અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે કૃતનિશ્ચયી રહી છે અને અમે કોઈને પણ છોડવા માંગતા નથી.