જો તમે પણ આ મેસેજ વાંચ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી 2 હજાર રૂપિયા (2000 Rupee Note) બંધ થવા જઈ રહી છે તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. મૂળે, સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ (Social Media Viral Message) થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી 2 હજાર રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે. તો અમે આપને જણાવી દઈએ કે બે હજાર રૂપિયાની નોટ બંધ નથી થઈ રહી અને ન તો 1 હજાર રૂપિયાની નોટ માર્કેટમાં આવવાની. નવી નોટને લઈ થઈ રહેલા આ વાતો માત્ર અફવા છે.
નોંધનીય છે કે, આરબીઆઈના નોટિફિકેશન સેક્શનથી પણ એવું કંઈ જાણવા નથી મળ્યું કે આવો કોઈ પણ આદેશ જાહેર થયો હોય. 2 હજાર રૂપિયાની નોટ લીગલ ટેન્ડર છે અને તેને બંધ કરવાને લઈ ફેલાવવામાં આવી રહેલી તમામ વાતો માત્ર અફવા છે. ઑક્ટોબરમાં એક આરટીઆઈના જવાબમાં આ જાણકારી સામે આવી હતી કે આરબીઆઈએ 2 હજાર રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારે આ પગલું અનેક ગડબડ હોવાના કારણે ઉઠાવ્યું હતું.

