તેલંગાનાના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટરથી ગેંગરેપ (Gangrape) બાદ હત્યા અને શબને સળગાવી દેવાના મામલામાં કોર્ટ તમામ આરોપીઓને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ આ મામલા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગેંગરેપ અને હત્યાના આ જધન્ય અપરાધના મુખ્ય આરોપીએ જણાવ્યું છે કે જે સમયે ચારેય આરોપી ડૉક્ટરને મરી સમજીને તેને સળગાવી રહ્યા હતા, તે સમયે તે જીવતી હતી.
ટોલી વેલેગૂના અહેવાલ મુજબ, મુખ્ય આરોપી મોહમ્મદ પાશાએ જણાવ્યું કે, ગેંગરેપ બાદ મહિલા ભાગી ન જાય તે માટે તે લોકોએ તેના હાથ-પગ બાંધી દીધા હતા. મુખ્ય આરોપી પાશા મુજબ, તે ચારયે દુષ્કર્મ બાદ પણ પીડિતાને બળજબરીથી દારૂ પીવડાવ્યો. જ્યારે તે બેભાન થઈ ગઈ, ત્યારે તેને ટ્રેકમાં નાખીને પુલની નીચે લઈ ગયા. ત્યારબાદ પુલની નીચે જ પેટ્રોલથી પીડિતાને સળગાવી દીધી.
આરોપીએ જણાવ્યું કે, તેમને લાગ્યું હતું કે મહિલા મરી ચૂકી છે. પરંતુ જ્યારે તેને આગ ચાંપો તો તે બૂમો પાડવા લાગી. આરોપી પાશાએ જણાવ્યું કે, તે લોકો ઘણી વાર સુધી મહિલાને સળગતી જોતા રહ્યા. તેમને લાગ્યું કે પોલીસની પકડમાં આવી જશે, તેથી પીડિતાને મારી નાખી.

