એસટી બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત

ગુજરાત મુખ્ય સમાચાર

ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આંબાપાડા ગામ નજીકનાં યુટર્ન વળાંકમાં એસટી બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત થતા એસટી બસનાં બે મુસાફરો અને ખાનગી લકઝરી બસનો એક મુસાફર મળી કુલ ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજવાની સાથે પાંચને ગંભીર ઈજાઓ પોહચતા વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં રીફર કરાયા હતા. મંગળવારે મોડી રાત્રે ભાવનગરથી શિર્ડી જતી ગુજરાત એસટી નિગમની એસટી બસ.ન.જી.જે.18.3126ને શિર્ડીથી રાજકોટ જતી ખાનગી લકઝરી બસ.ન.જી.જે.03.બી.ડબલ્યુ.8080નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અથડાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મંગળવારે મોડી રાત્રે 12 વાગ્યાના અરસામાં બનેલ ઘટનામાં બન્ને બસનાં મુસાફરોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.