હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખવામાં આવે તેવી હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. જેની આજે સુનવણી થઈ હતી. રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાર્દિક પટેલ કોઈ પણ પ્રકારના અવરોધો વિના ચૂંટણી લડી શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તો બીજી તરફ, ગઈકાલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીની હાજરીમાં હાર્દિક કોંગ્રેસમાં જોડાયો હતો. ત્યારે હાર્દિક હવે ચૂંટણી લડવાની તૈયારી સાથે કાનૂની લડત પણ આપી રહ્યો છે.

